Surprise Me!

BRTS કોરિડોરમાં વધુ એક અકસ્માત, પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે બેને અડફેટે લીધા

2020-01-08 1 Dailymotion

અમદાવાદઃBRTS કોરિડોરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે આજે(બુધવાર) બપોર બાદ ઓઢવ રોડ પર આવેલા બંસીધર ઓટોની સામે BRTS કોરિડોરમાં ટેમ્પો(GJ01BT 6215)એ બે લોકોને અડફેટે લીધા જેમાં બન્ને લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પાણીના વહેળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં એક ટેમ્પો ચાલક બેફામ આવી રહ્યો હતો, આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પૂરપાટ ઝડપે આવી રહેલો ટેમ્પો ચાલક અટક્યો નહીં અને બે લોકોને અડફેટે લઈ લીધા તેમજ ટેમ્પો બીઆરટીએસ કોરિડોરની રેલિંગ પર ચઢી ગયો હતો જેને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો